અધ્યક્ષ સ્થાનેથી

વિદ્યા વિકાસનો સૂર્ય ઊગી ચૂક્યો છે……..

‘વાહ ! તમે તો દાયકાઑ પુરાણા જિર્ણ છાત્રાલયનું નવીનીકરણ કરીને અદભુત ઈમારત ખડી કરી દીધીને કાંઈ ! ભાઈ સુકાની કોણ છે મંડળના ! એમ ત્યારે!’

શબ્દો છે આપણાં જ સમાજના અદન્ત ઇન્સાનના અને જેના તરફ આ શબ્દો ફૅકાયા છે, એ છે શ્રી સાત વિભાગ કેળવણી મંડળની આખે આખી ટીમ અને એ વાત પણ સાચી છે કે સાડા ચાર દાયકાનું જીર્ણ અને ખખધજ છાત્રાલય આજે તો નાવીન્ય પામીને, સૌના સાથ અને સહકારથી તથા દાતાઓએ છુટ્ટા હાથે આપેલા દાનને કારણે એક આકર્ષક, નયનરમ્ય, સર્વસુવિધાયુક્ત અને અદભુત ઇમારત સ્વરૂપે ખડું છે અને આ એ છાત્રાલય છે કે જેના સુકાની તરીકે મારા અને કેળવણી મંડળની આખી ટીમના પ્રયાસોનું આ સાફલ્યયુક્ત પરિણામ છે. આ એ છાત્રાલય છે કે જ્યાં જ્ઞાનના મંત્રો સતત ગૂંજ્યા કરે છે, જ્યાં શૈક્ષણિક વિકાસના પથ પર સૌ અગ્રગમન કર્યા કરે છે, આ એ છાત્રાલય છે કે જ્યાં રહીને આપણા જ સમાજના તેજતરાર બાળકો પોતાના ઘ્યેયની પ્રાપ્તિ માટે વિદ્યાની નિરંતર ઉપાસના કરે છે.

આપણે સૌએ જ્ઞાનલક્ષી વિકાસની પરંપરાને બરકરાર રાખવાની છે, છતાં અમને કહેવા દો કે હજી તો લાંબો માર્ગ કાપવાનો બાકી છે, હજી તો અનેક જ્ઞાનમાર્ગી સિધ્ધિઓને સર કરવાનું ભગીરથ કાર્ય બાકી છે !

શ્રી સાત વિભાગ કેળવણી મંડળ અડતાલીસમાં વર્ષમાં આપસૌ હમદર્દોની પ્રાપ્ત ભાવના સાથે પ્રવેશ કરે છે, આનાથી મોટા આનંદની વાત કઈ હોઇ શકે ? આવો, આપણે સૌએ અસીમ – અપર્ંપાર – અદભુત આનંદને ઉજવીએ. અડતાલીસ વર્ષ પૂર્વ શુભારંભન પામેલા આ કેળવણી મ્ંડળમાં સમય સમયે સુકાનીઓ બદલાતા ગયા, પણ કાફલો આગળને આગળ વધતો ગયો ! છાત્રાલયની ટોચે જ્ઞાનધ્વજ જ ફરકતો ગયો ! વિકાસનાં વાવેતર થતાં ગયાં અને અમને એ કહેવું વધારે ગમશે કે આજે તો જોતાં જ કેમેરામાં કેદ કરી લેવાનું મન થાય તેવું, નજર પડતાં જ આંખ અને અંતર ઠરે એવું અને સગવડો અદભુત્તાના સમન્વય સમુ છાત્રાલય સૌનું ધ્યાન ખેંચી રહયું છે ! અમદાવાદના આ વિસ્તારમાં એક અદભુત નજારો ખડો થયો છે ! અમે એ માટે સમાજના ઉદાર દિલ ભામાશાઑ તથા સક્રિય સહયોગ અર્પનાર સૌને તહેદિલથી સલામ કરીઍ છીઍ. સંખ્યાબંધ કર્મશીલોના સહકાર થી આ શક્ય બન્યુ છે અને હ્જીય શક્ય બન્યા કરશે.

ચાલુ વર્ષ અંદાજે ૫,૯૦,૦૦૦ રૂપિયાની આર્થિક તથા શૈક્ષણિક ફી વહેંચી મંડળે વિદ્યાર્થીઓને સારી એવી મદદ કરેલ છે. ઉપરાંત આ વર્ષે જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને એમની જીંદગીના માઈલસ્ટોન સમા ઉચ્ચાભ્યાસ માટે આ કેળવણી મંડળ ધ્વારા અંદાજે રૂપિયા ૪,૪૦,૦૦૦ ની આર્થિક સહાય આપવામાં આવી છે. વળી ચાલુ વર્ષ દરમ્યાન ૧૫૦ વિદ્યાર્થીઓને પ્રત્યેકને રૂપિયા ૧૦૦૦/- લેખે કુલ રૂપિયા ૧,૫૦,૦૦૦/- જેટલી રકમ ફી તરીકે આપવમાં આવેલ છે.

કોણ કહે છે કે ભામશા આજે હયાત નથી ? ભામશઈ દિલ ધરાવતા સમાજના દાતાઓ ધ્વારા આ કેળવણી મંડળે યોજેલા જ્ઞાનયજ્ઞમાં અવારનવાર મનમૂકીને દાન અપાય છે. આ કેળવણી મંડળના કારોબારી સભ્યશ્રીએ ચાલુ વર્ષે શ્રી હર્ષેદભાઈ કાન્તિલાલ પટેલ તથા તેમના પરીવાર તરફથી રૂપિયા ૧૫૧૦૦૦ જેવી માતબર રકમનું દાન મળેલ છે આ રકમ વિદ્યાર્થીઓના ફી તથા આર્થિક સહાયમાં જ વહેંચણી કરવી. તે બદલ મંડળ તેમનો ખૂબ જ આભાર માને છે અને ખૂબ જ ગૌરવ અનુભવે છે. તેમની આ સેવા બદલ સાલ ઓઢાળી તથા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવેલ. મીટીંગ હોય તો તેમના તરફથી ચા-પાણી નાસ્તો વ્યવસ્થા કરવામાં આવતી હોવાથી મંડળ તેમનો ખૂબ જ આભાર માને છે.

આ વર્ષે સમાજના તેજસ્વી અને શિક્ષણના જે તે મહત્વના વર્ષની પરીક્ષામાં નોંધપત્ર સિદ્ધિ હાંસલ કરનાર આપણા સમાજના તેજસ્વી બાળકોનું આ કેળવણી મ્ંડળ ધ્વારા સન્માન કરાયું હતું. વદોદરા સ્થિત કુ. દ્રષ્ટિ કમલેશભાઈ પટેલ ઘો-૧૨ સાયન્સમાં ૮૪% ગુણ સાથે પાસ થયેલ જેને પ્રોત્સહન રૂપે રૂપિયા ૩૦૦૦/- આપેલ છે. ધો-૧૨ કોમર્સમાં નિશા નયનભાઇ પટેલ ૮૨% સાથે પાસ થયેલ જેને પ્રોત્સહન રૂપે ૨૦૦૦ આપેલ છે અને જય દેવેન્દ્રભાઇ પટેલે ધો-૧૦માં ૯૦%થી ઉપર સમાજનું ગૌરવ વધારેલ જેમને પ્રોત્સહન રૂપે રૂપિયા ૧૦૦૦ આપેલ છે.

આ વર્ષ દરમ્યાન શ્રી રમણભાઇ કોદરભાઇ પટેલ પોલીસ ઇન્સપેક્ટર માંથી આસી.કમિશ્નર ઓફ પોલીસ સુધી નોકરી ગુજરાત રાજ્ય પોલીસ ખાતામાં કરેલ તા.૩૦/૬/૧૪ ના રોજ નિવૃત થયેલા આ પોસ્ટ સુધી પહોંચનાર આપના સમાજના પ્રથમ વ્યક્તિ છે ત્યારે મંડળ બધાજ કારોબારી સભ્યો એ તેમના નિવાસ સ્થાને જઇને સન્માન કરેલ અને તેમને મંડળને રૂપિયા ૧૧૧૦૦૦ ની વિદ્યાર્થી ફી ડીપોઝીટમાં દાન આપેલ તે બદલ મંડલ ખૂબ આભાર માને છે. તેઓ દર વર્ષે ફી ની રકમ આપતા રહે છે, તેમની આ સેવા બદલ સાલ ઓઢાળી તથા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવેલ.

ચાલુ વર્ષ ડીપોઝીટ માટે આપણા મંડળ પૂર્વ કારોબારી સભ્ય સ્વ.બાબુભાઇ કાલીદાસ પટેલ, ગાંધીનગરની યાદગીરી રૂપે તેમના ધર્મપત્ની ગ.સ્વ. મધુબેન બી.પટેલે ૨૧,૦૦૦ રૂપિયા દાન આપેલ છે. વિદ્યાર્થીઓને ફી ડીપોઝીટ કરાવવા શ્રી કીર્તીભાઇ નારયણદાસ પટેલ હિંમતનગર તરફથી ૧૧,૧૧૧ રૂપિયા દાન પેટે મળેલ છે. સ્વ.સુરેશભાઇ નારાયાણભાઇ પટેલની યાદગીરી રૂપે તેમના ધર્મ પત્ની ગ.સ્વ.લીલાબેન એસ. પટેલ હિંમતનગર ૧૧,૧૧૧ રૂપિયા દાન ડીપોઝીટ પેટે મળેલ છે. સ્વ.ગીરીશભાઇ એલ પટેલ ગાંભોઇની યાદગીરી રૂપે તેમના ધર્મપત્ની ગ.સ્વ.દીપીકાબેન જી. પટેલ ૧૧,૦૦૦ રૂપિયા દાન ડીપોઝીટ પેટે મળેલ છે. સ્વ.કાન્તાબેન ડાહ્યાભાઇ પટેલ ગાંધીનગર તરફથી રૂપિયા ૧૦,૦૦૦ ડીપોઝીટ કરાવેલ છે. સ્વ. અનંતભાઇ વી. પટેલની યાદગીરી રૂપે તેમના પૌત્ર શ્રી હર્ષીત ભરતભાઇ પટેલ (હાલ અમેરીકા) રૂપિયા ૬,૦૦૦ ની ડીપોઝીટ કરેલી છે. સ્વ.શાંતાબેન મણીલાલ પટેલ, સરડોઇ તેમની યાદગીરી રૂપે રૂપિયા ૫,૦૦૦ની ડીપોઝીટ અરવિંદભાઈ એમ. પટેલે કરાવેલી છે. આ વર્ષ દરમ્યાન શ્રી મફતલાલ લીલાચંદભાઇ પટેલ તથા તેમના પરીવાર મુંબઇવાળા તરફથી રૂપિયા ૨,૨૫,૦૦૦/- આજીવન ડીપોઝીટ માટે દાન મળેલ છે. આ દાન આપવા બદલ મંડળ તેમનો ખૂબ ખૂબ આભાર માને છે. તથા સ્વ.ચેતનાબેન રમેશભાઇ પટેલ, લેઇ તેમના તરફથી રૂપિયા ૧૧,૧૧૧ ડીપોઝીટનું દાન જાહેર કરેલ છે. ઉપરોક્ત બધાજ દતાશ્રીઓનો મંડળમાં ડીપોઝીટ કરાવવા બદલ ખૂબ આભાર માને છે અને વધુમાં વધુ ડીપોઝીટ કરાવવા પ્રોત્સાહન મળે છે.

ઉપરાંત ચાલુ વર્ષે આપણી જરૂરિયાત મુજબ સ્વ.શ્રી વિઠ્ઠલદાસ મોતીભાઇ પટેલ પરિવાર તરફથી હસ્તે ગં.સ્વ.સુશીલાબહેન વિઠ્ઠલદાસ પટેલ કે જેઓ આપણા મંડળની મહિલા પાંખના પ્રમુખ પણ છે, તેઓ મંડળના દરેક કાર્યક્રમમાં અચુક હાજરી હોય તે બદલ મંડળ તેમનો ખાસ ખાસ આભાર માને છે. તેમના પરિવાર તરફથી મંડળને સારી એવી મદદ સતત મળતી રહે છે. મંડળ કરમઠ રમેશભાઇ વી. પટેલની સેવા બીરદાવે છે. મંડળ તેમનો ખૂબજ હ્રદયપૂર્વક આભાર માને છે. સુશીલાબહેનને મંડળ ધ્વારા શાલ ઓઢાળી સન્માન કરવામાં આવેલ છે.

ચાલુ વર્ષે દરમ્યાન આ સમગ્ર સમાજમાં અવનવા પ્રસંગો થતાં હોય છે. આ પ્રસંગોમાં પોતાની શક્તિ મુજબ દાન મંડળમાં કરતાં હોય છે અને આ પ્રસંગોમાં મંડળને યાદ કરી તે પ્રકારે મંડળના વિકાસ માટે ફાળો આપતા હોય છે તેઓનું મંડળ ખૂબજ આભારી છે.

આ વર્ષ જાન્યુઆરી મહિનામાં આપણા મંડળના ઉપપ્રમુખ તરીકે સેવા આપનાર સેવાભાવી શેઠશ્રી રમણલાલ હીરાલાલ પટેલ જેમને પોતાનો ૭૫ વર્ષ પૂર્ણ થવા અને ૫૫ વર્ષની લગ્નતિથિનું તેમણે ખૂબજ ધામધૂમ પૂર્વક આયોજન કરેલ તેમાં મંડળના સમગ્ર કારોબારી સ્ભ્યોને આમંત્રણ આપેલ તેમના આ પ્રસંગમાં બધાજ કારોબારી સભ્યો ખાસ હાજર રહી પ્રસંગને ખૂબ જ ભાવુક બનાવેલ, તે પ્રસ્ંગે શેઠશ્રી રમણલાલ પટેલને ખાસ ‘મોમેન્ટો’ શ્રી ઘંટાકર્ણ મહાવીર ભગવાનની મૂર્તિ પ્રમુખ શ્રી મફતભાઇ એલ. પટેલ તથા ઉપપ્રમુખ શ્રી રમેશભાઇ વિઠ્ઠલદાસ પટૅલ આપેલ તેમના ધર્મપત્ની મંજુલાબેન આર. પટેલને મંડળ મહિલા પ્રમુખ શ્રી ગ.સ્વ.સુશીલાબેન વી. પટેલે શાલ ઓઢાળી સન્માન કરેલ. શેઠ શ્રી રમણલાલ પટેલને મંડળના મંત્રી શ્રી નારાયણભાઇએ શાલ ઓઢાળી સન્માન કરેલ.તેમની જીવન યાત્રાના ‘અનુભવ કથાનો અક્ષર દેહ’ પુસ્તકનું વિમોચન કરેલ જેમાં શ્રી મફતભાઇ તથા શ્રી હરકાન્તભાઇની હાજરીને મંડળ બિરદાવે છે. શેઠશ્રી રમણલાલને મંડળના કારોબારી સભ્યો હરકાન્તભાઇ, નલીનભાઇ, રમણભાઇ, ડાહ્યાભાઇ, કનુભાઇ, ગૌતમભાઇ તથા સર્વએ સન્માનપત્ર આપી સન્માન કરેલ તથા દરેક કારોબારી સભ્યો પુષ્પગુચ્છ આપી તેમના આ પ્રસંગને ખૂબ જ દિપાવ્યો. આ પ્રસંગે કાયમી યાદ રહે માટે તેમના પરિવાર તરફથી મંડળ ૭૫૦૦૦/- રૂપિયા તેમના થયેલ વર્ષ જેટલા મંડળને દાન આપેલ. તેમના દાન આપવા બદલ મંડળ તેમનો ખૂબ જ આભાર માને છે. તે બદલ મંડળ તેમનું ખૂબ જ ઋણી રહેશે.શ્રી ગોવિંદભાઇ ચંદુલાલ પટેલ તરફથી રૂપિયા ૨૫,૦૦૦/-નું દાન પ્રાપ્ત થયું છે તથા સન્માનપત્ર બનાવવા તથા પ્રીટીંગ કામ-કાજ માટે સારી એવી મદદ કરેલ છે. શ્રી હરકાન્તભાઇ ચીનુભાઇ પટેલ તથા હરીશભાઇ ચીનુભાઇ પટેલ ધ્વારા રૂપિયા ૨૧,૦૦૦/- નું દાન મળેલ છે. તેમજ સદગત મોહનભાઇ કે. પટેલના પરિવાર દ્વારા પિતૃવત્સલ સુપુત્ર શ્રી મનોજભાઇ પટેલના હસ્તે રૂપિયા ૨૦,૦૦૦/- નું દાન કેળવણી મંડળને મળેલ છે. શ્રી મફતલાલ લીલાચંદભાઇ પટેલ તરફથી રૂપિયા ૧૫,૦૦૦/- નું દાન મળેલ છે. શ્રી નરેન્દ્રભાઇ કે. પટેલ તથા શ્રી ઘનશ્યામભાઇ કે. પટેલ દ્વારા રૂપિયા ૧૫,૦૦૦/-, શ્રી નલીનભાઇ પી. પટેલ તથા શ્રી અજયભાઇ પી. પટેલ તરફથી રૂપિયા ૧૫,૦૦૦/- મંડળને દાન મળેલ છે. તે સર્વ દાનવીરોનો અંતઃકરણપૂર્વક આભાર માને છે. નામ જાહેર ન કરવાની શરતે કેટલાંક ગુપ્તદાન પણ પ્રાપ્ત થયેલ છે. આ સિવાય પણ અનેક દાનવીરો તરફ્થી આપણી સંસ્થાને નાની મોટી રકમો દાન સ્વરૂપે મળેલ છે. તેનું લીસ્ટ પાના પર સામેલ છે. અમે ઇચ્છીએ છીએ વિદ્યા વિકાસ સાથે તેમની આ દાનશીલ પ્રવ્રુતિ સતત ચાલુ રહે.

ચાલુ વર્ષે જે વિદ્યાર્થીઓને લોન સ્વરૂપે આપવામાં આવેલ આર્થિક મદદ કરેલ જેમાં શ્રી વિરલ ઘ્નશ્યામભાઇ પટેલ રૂપિયા ૨૦,૦૦૦/- પરત આપેલ છે તે બદલ તેમનો મંડળ ખાસ આભાર માને છે.

ચાલુ વર્ષે પ્રમુખશ્રી મફતભાઇ એલ. પટેલે વેબસાઇટ માટૅ ખૂબ જ મહેનત કરેલ. વેબસાઇટથી મંડળને સમગ્ર સમાજને તેનો ફાયદો થાય તેના કામ ખૂબ જ ઝડપી થાય. સમાજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ વધુ થાય તેમનો સમય તથા પૈસાનો બચાવ થાય. તેમના અને સમગ્ર સમાજને વધુમાં વધુ ફાયદો થાય તે આશ્રયથી વેબસાઇટમાં મંડળનો સમગ્ર ઇતિહાસ તથા કયા કયા કર્યો કરે છે તેની માહિતી આપવામાં આવેલ છે. શિષ્યવ્રુતિ ફોર્મ તથા આર્થિક સહાય માટે ફોર્મ પણ વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. વેબસાઈટ વધુમાં વધુ ઉપયોગ તેમના માટે સમગ્ર સમાજ જરૂરી સુચના આ કાર્ય બદલ મફતભાઇ પટેલનો ખૂબ જ આભાર માને છે કેમકે પોતે મુંબઇ રહી તથા વેબસાઇટ માટે બે ત્રણ વાર ખાસ અમદાવાદ આવી ખૂબ જ વેબસાઇટ મહેનત કરેલ છે. શ્રી મફતભાઇને પગે  ઓપરેશન કરાવેલ છ્તાં તેમની આપેલી હાજરીને મંડળ બીરદાવે છે. તેમનો સમગ્ર કરોબારી સભ્યો તથા સમાજના જ્ઞાતિબંધુઓ તેમનો ખૂબ જ આભાર માને છે. આ પ્રકારની વેબસાઇટ આપણા સમાજ માટે તથા બધા જ વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રેરણાદાયી તથા પ્રોત્સાહન માટૅ લાભ થાય છે.

વિકાસનાં જે ફળ સાકાર સ્વરૂપે જોવા મળે છે, તેની પાછળ આપણા સૌનો સહિયારો પુરુષાર્થ અને પ્રયાસ છે. આપણા સૌ કર્મશીલોએ રાતો વાવીને દિવસો ઊગાડ્યા છે, ને કેલેન્ડરો વાવીને સફળતાની ક્ષણો ઊગાડી છે. પ્રભાત પ્રગટી ચૂક્યું છે ને આપણો સમાજ વિદ્યા વિકાસની બાબતમાં પ્રકાશવ્ંતા સૂર્ય જેમ સતત ગતિમાન થઇ રહ્યો છે. આવો, સૌ સાથે મળીને કેળવણીની નિત્યનૂતન કેડીઓ ક્ંડરીએ. નવા કીર્તિસ્તંભો રચવાના છે.નવા માઇલસ્ટોન સ્થાપવાના છે.આવો જ્ઞાનના વિકાસની અદભૂત ઇમારતનું ચણતર અને ઘડતર સતત ચાલું રાખીએ.

&n