History

શ્રી સાત વિભાગ પટેલ કેળવણી મંડળ

ઇતિહાસઃ-
આપણા સાત વિભાગમાં વહેંચાયેલા પાટીદાર સમાજમાં શૈક્ષણિક જાગૃતિ અને વિકાસના ઉચ્ચાશય સાથે, આ માટે સતત ચિંતન કરતા કેટલાક આગેવાનોની એક મિટીંગ અમદાવાદમાં મણિલાલ મેન્શન હોલ માં પ્રથમવાર મળી. કેળવણી જ કોઇ પણ સમાજના વિકાસની શરત છે ને એ માટે આપણે એ દિશામાં કશુંક નક્કી કરવું એ સમયની માંગ છે. આવા સર્વોત્તમ અને હકરાત્મક વિચારધારામાં માનતા સમાજના સક્રિય અગ્રણીઓએ સદગત સી.એમ.પટેલ(ભારત ઇલેકટ્રીક્સ) ના અધ્યક્ષ સ્થાને શ્રી સાત વિભાગ પટેલ કેળવણી મંડળની સને ૧૯૬૭ માં રચના કરી. મંડળનું રજીસ્ટ્રેશન પણ કરાવવામાં આવ્યું અને સાથે સમાજનો શૈક્ષણિક વિકસના વિચારને કાર્યાન્વિત કરવાનાં ચક્રો ગતિમાન બન્યાં અને આમ શરૂઆતમાં ખાડિયા વાડાપોળ સ્વ.શ્રી.બાબુભાઇ પટેલના નિવાસસ્થાને કર્યરત શ્રી સાત વિભાગ હિતવર્ધક મંડળ તેના નવા સ્વરૂપે. શ્રી સાત વિભાગ કેળવણી મંડળ તરીકે અસ્તીત્વમાં આવ્યું.

આશય ઉમદા હોય અને કર્મશીલોની ધગશ બેમિશાલ હોય તો કરવા ધારેલા કર્યનુ ઉત્તમ પરિણામ પ્રાપ્ત થયા વિના નથી રહેતુ. બન્યુ પણ એમજ, હા જરૂર હતી અમદાવાદ જેવા મધ્યસ્થ્ળે એક સુવિધાયુક્ત છાત્રાલયની જ્યાં રહીને સમાજનાં છાત્રો પોતાના ઉચ્ચ અભ્યાસની ધુણી ધખાવી શકે માટે ફંડ એકત્રીત કરાયું સ્વ. શ્રી વિઠ્ઠલભાઇ મોતીભાઇ પટેલ ના હસ્તે મુંબઇ ના સાર્વજનીક ટ્રસ્ટો બાબતના અધિનિયમની કલમ ૧૮ અનન્વયે આપણા મંડળની સાર્વજનિક નોંધણી કરાવવામાં આવી. ટ્રસ્ટ તા.૧૯-૪-૬૭ ના રોજ નોંધણી રજીસ્ટર નંબર-ઇ-૨૧૬૯ થી ‘શ્રી સાત વિભાગ પટેલ કેળવણી મંડળ’ ના નામે અમલમાં આવેલ છે.

ટ્રસ્ટના હેતુ
* આ મંડળ સાંબરકાંઠા જીલ્લામાં સાત વિભાગમાં વહેંચાયેલા પાટીદાર સમાજમાં કેળવણી નો પ્રચાર કરશે.
* ગુજરાતી તથા અંગ્રેજી શાળાઓ તથા મહાશાળાઓ માં ભણતા વિદ્યાર્થીઓને યથાશક્તિ મદદ આપવી, યોગ્ય કિસ્સામાં શિષ્યવૃતિઓ/ભણવા માટે આર્થિક સહાય કરવી.
* કેળવણીને ઉત્તેજન મળે તેવા પ્રયાસો કરવા. જરૂર પડે શાળા,મહાશાળા,છાત્રાલયો ચલાવવા અથવા તેવા ઉદેશ્યવાળી સંસ્થાઓને મદદ કરવી.

છાત્રાલય
૧૯-૪-૧૯૬૭ ની વર્ષિક સમાન્ય સભામાં બંધારણ ઘડાયું, વસ્ત્રાપુર ગામની સીમમાં સર્વે નં.૧૧૯,૧૨૨,૧૧૩,૧૨૪,૧૨૬,૧૨૮ પૈકી સબ પ્લોટ નં.૧૪ ની સમચોરસવાર ૧૪૮૮ ચો.વાર જમીન ખરીદવામાં આવી,જેનો દસ્તાવેજ પ્રમુખ શ્રી મણીલાલ વહાલજીભાઇ પટેલ, મંત્રી શ્રી અનંતભાઇ વહાલજીભાઇ પટેલ અને ખજાનચી શ્રી પ્રહલાદભાઇ ધુળજીભાઇ પટેલના હસ્તે તા.૧૭-૯-૧૯૬૯ના રોજ થયેલ.જમીન સંપદાનની પ્રક્રિયા પણ સદગત કાન્તિલાલ એમ. પટેલની સક્રિય સહાયને કારણે પૂર્ણ થઇ ગઇ. તા.૨૯-૯-૧૯૬૮ ના રોજ આપણા સમાજના આગેવાન ગણાતા કાંકણોલના સદગત ધૂળજીભાઇ ખેમજીભાઇ પટેલના વરદ કરકમલો વડે છાત્રાલયનું શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ભૂમિપૂજન કરવામાં આવ્યું. સ્વ.ચીનુભાઇ એમ. પટેલ,સ્વ. વિઠ્ઠલદાસ એમ.પટેલ,સ્વ. પુરૂષોતમ એ. પટેલ, સ્વ. મોહનભાઇ કે. પટેલ, સ્વ.જયંતિભાઇ એસ. પટેલ, સ્વ.જેઠાભાઇ બી.પટેલ, સ્વ.ચંદુભાઇ જી.પટેલ, સ્વ.અનંતભાઇ વી. પટેલ,સ્વ.બેચરભાઇ એન. પટેલ,સ્વ.છગનભાઇ કે.પટેલ,સ્વ.કાન્તિભાઇ એમ.પટેલ,સ્વ. જેઠાભાઇ બી.પટેલ,સ્વ. ભીમજીભાઇ હીરાલાલ પટેલ(પુના),શ્રી રમણભાઇ હીરાલાલ પટેલ, તથા શ્રી મફતભાઇ એલ.પટેલ વગેરે સહીતના અનેક સન્માનિત દાતાઓ કારણે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે દસ રૂમ,સભા હોલ,અને અન્ય સુવિધાઓ સાથે સુવિધાયુક્ત છાત્રાલય અલ્પ સમયમાં તૈયાર થઇ ગયું.

છાત્રાલયની પ્રવૃતિ
* છાત્રાલયમાં દસ રૂમો તથા સભા હોલની સગવડ છે. તેમજ છાત્રોને રહેવા માટે દરેક રૂમમાં પલંગ,ખુરશી,ટેબલ,પંખા,કબાટ,લાઇટ વગેરેની સગવડ પણ છે.
* જરૂરિયાત મંદોને રહેવાની સગવડ મંડળના ધારાધોરણો મુજબ આપવામાં આવે છે.
* મંડળ વતીથી શરૂઆતના સમયમાં વિદ્યાર્થીઓ માટે ફ્રી લેન્ડીંગ લાયબ્રેરી સુવિધા કરવામાં આવેલ.* એમ્પલોયમેન્ટ એક્સચેન્જ દ્વારા એડમીશન/એજ્યુકેશન અપડેશનની માહિતીના સેમીનાર તેમજ વિદ્યાર્થીઓ ૧૦-૧૨ ના અભ્યાસ કર્યા પછી યોગ્ય ફેકલ્ટીમાં જવાની તેમજ એડમીશન લેવા અંગેના માર્ગદર્શન સેમીનારનું આયોજન અને નોકરીની તકો શોધવામાં સહાયરૂપ થવું.
* નાટક,સંગીતસભા,સ્નેહમિલન,ગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવું.

શ્રી સાત વિભાગ પટેલ કેળવણી મંડળના આધારસ્થંભ
શ્રી સાત વિભાગ પટેલ કેળવણી મંડળના સ્થાપનથી આજ સુધી જે જે મહાનુભાવોએ મહત્વનો ભાગ ભજવ્યો છે તેમાં સ્વ.ચીનુભાઇ એમ.પટેલ(સી.એમ.પટેલ) નુ મંડળની સ્થાપનામાં ખુબજ મહત્વનું યોગદાન હતું. આપણા સમાજમાં વર્ષોથી ચાલી આવેલ પ્રથા જેમાં વ્યક્તિના મૃત્યુબાદ વાસણ વહેંચવા અને જ્ઞાતિબંધુઓને જમાડવા. આ બંને પ્રથા બંધ કરી, આ પ્રથામાં વપરાતા નાણાંનો સદઉપયોગ કરવાનો વિચાર તેમના પુજ્ય માતૃશ્રીના અવસાન નિમિત્તે શ્રી સી.એમ.પટેલના મનમાં ઉદભવ્યો. જ્ઞાતિબંધુઓના સખત વિરોધ સામે ઝુક્યા વગર તેમણે તેને અમલમાં મૂકી આ પ્રથા બંધ કરી અને તેના નાણાંનું દાન મંડળને કરેલ જેમાંથી આ છાત્રાલયનો પાયો નંખાયો તેમના પત્નિ શ્રી સ્વ.સંતોકબેન પણ તેમના આ નિર્ણયમાં અડગપણે તેમની પડખે રહ્યા,આવી ઉચ્ચવિચારધારા ધરાવતા શ્રી સી.એમ.પટેલે મંડળમાં આજીવન પ્રમુખ તરીકે સેવા આપેલ. તેમના મૃત્યુબાદ તેમના પરીવાર જનો પણ જ્યારે જ્યારે મંડળને તેમની મદદની જરૂર પડી છે ત્યારે મંડળને મદદ કરી છે મંડળ તેમનુ પણ આભારી રહેશે.

મંડળની શરૂઆત થી લઇને આજ સુધી ખુબજ સહકાર આપેલ તેવા મંડળના પ્રમુખ સ્વ.શ્રી વિઠ્ઠલદાસ પટેલ તથા તેમના પરિવારજનોએ નિષ્ઠપૂર્વક તન,મન અને ધન મંડળને સમર્પિત કરેલ છે.આ ઉપરાંત સ્વ.શ્રી વિઠ્ઠલદાસ પટેલ તેમના કાર્યકાળ દરમ્યાન મંડળના આજીવન પ્રમુખ તરીકે સેવા આપી અને હાલ તેમના ધર્મપ્ત્નિ ગં.સ્વ.શ્રી સુશીલાબેન વી પટેલ મંડળના આજીવન મહિલા પ્રમુખ છે. આવા દાનવીર, કર્મવીર ભેખધારી સ્વ.શ્રી વિઠ્ઠલદાસ પટેલ અને તેમના પરિવારનો સમાજ તેમનો ઋણી રહેશે.

સ્વ.પુરૂષોત્તમદાસ એ.પટેલ(સ્પીનીંગ માસ્ટર) કે જેઓ શરૂઆતથી ઉપપ્રમુખ પદે સેવા આપ્યાબાદ મંડળના પ્રમુખ સ્થાને જીવન પર્યત સેવા બજાવી છે. છાત્રાલયની જમીન ખરીદવામાં તેમનું યોગદાન મહત્તવનું હતું. અને તેમના કુટુંબીજનો પણ પણ જ્યારે જ્યારે મંડળને તેમની મદદની જરૂર પડી છે ત્યારે મંડળને મદદ કરી છે મંડળ તેમનુ પણ આભારી રહેશે.
શ્રી નારાયણદાસ કે.પટેલ મંડળના આજીવનમંત્રી શ્રી પણ છાત્રાલયના બાંધકામથી તન,મન અને ધનથી સેવા કરી છે.આજ પણ તેમની અવિરત કર્તવ્ય નિષ્ઠાનો મંડળને લાભ મળી રહે છે પણ અવે તેમની અથાગ કર્ત્વ્યનિષ્ઠાની મંડળ સરાહના કરતાં ગર્વ અનુભવે છે.

સ્વ.પુરુષોત્તમદાસ એ. પટેલ પછી સ્વ.કાન્તિલાલ એમ. પટેલની મંડળના પ્રમુખ તરીકે સેવા આપી અને તેમના સમય દરમ્યાન મંડળે ઘણોજ વિકાસ સાધ્યો છે. આર્થિક સહાયની શરૂઆત અને કાયમી ફંડ(ડીપોઝીટ)ઉઘરાવવાની શરૂઆત તેમના સમયગાળામાં થઇ સ્વ.મોહનભાઇ કે. પટેલ(સ્પીનીંગ માસ્ટર) ની મંડળને આપેલી સેવાઓ જેવી કે સહમંત્રી,ઉપપ્રમુખ બદલ મંડળ ગર્વ અનુભવે છે. તેમને છાત્રાલયના રીપેરીંગ ફંડમાં આગવું યોગદાન આપીને કામ ત્વરીત પણે પૂરું થાય તે માટે ઘણોજ ભોગ આપેલ છે.

સમાજના પરમહિતચિંતક,વિકાસ માટેની આગવી વિચારધારા ધરાવતા એન્જિનીયર અને અધ્યક્ષશ્રી મફતલાલ પટેલ હાલ મંડળનું સુકાન સંભાળી રહ્યા છે. મંડળની કારોબારી સમીતીના સભ્યો છાત્રાલયનુ પિસ્તાલીસ વર્ષ પુરાણુ જર્જરીત ભવન જોઈને તેના રીનોવેશનનો વિચાર પ્રગટ્યો અને સમાજ ના જ દ્રષ્ટિવંત સિવિલ ઍન્જીનયર શ્રી રમણલાલ બી. પટેલની સીધી દેખરેખ હેઠળ તેમજ સમાજના દિલાવર ભામાશાઓ તથા જગડુશાઓવને કારણે આંખને ગમીજાય તેમજ મનને ભાવી જાય એવુ અતિ આધુનિક ભવ્ય નવીન છાત્રાલય તૈયાર થઈ સમાજની શોભા વધારી રહ્યુ છે. એની ભવ્યતા પાછળ અનેક ઉદારદિલ હાથોનો સથવારો કારણભૂત છે.
મંડળ ને સહાય

૧. આપ દાતા બની મંડળ ને સહાય કરી શકો છો.આપ આપના સ્નેહીજનની કાયમી યાદ પેટે એકજ વાર રૂપિયા ૨૧૦૦૦ કે તેથી વધુ રકમ આપી શકો છો.જે મંડળ બેન્કમાં કાયમી ડીપોઝીટ કરાવશે.જેના વ્યાજમાંથી રૂપિયા ૬૦૦ ની સહાય વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
૨. આપની જન્મતિથી,લગ્નની વર્ષગાંઠ,પ્રમોશન,ધંધાની સ્થાપના જેવા સારા પ્રસંગો મંડળને મદદ કરી શકશો.
વિદ્યા એ મહાદાન છે જેમાં આપનો સહકાર મળે તો વિદ્યાર્થીઓને વધુ સહાય આપી શકાય.